Connect Gujarat
ઇન્ડિયન પ્રીમિયર લીગ

GT vs DC : દિલ્હીએ ગુજરાતને 5 રનથી હરાવ્યું, ઇશાંતે છેલ્લી ઓવરમાં 12 રન બચાવ્યા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા.

GT vs DC : દિલ્હીએ ગુજરાતને 5 રનથી હરાવ્યું, ઇશાંતે છેલ્લી ઓવરમાં 12 રન બચાવ્યા
X

IPL 2023ની 44મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને 5 રનથી હરાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 125 રન બનાવી શકી હતી.

ઈશાંતે 20મી ઓવરના પહેલા બોલ પર બે રન આપ્યા હતા. હાર્દિકે બીજા બોલ પર સિંગલ લીધો હતો. ત્રીજા બોલ પર તેવટિયા કોઈ રન બનાવી શક્યો નહોતો. ચોથા બોલ પર ઈશાંતે તેવટિયાને રિલે રુસોના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે સાત બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. રાશિદ ખાન પાંચમા બોલ પર બે રન બનાવી શક્યો હતો. આ સાથે જ રાશિદે છેલ્લા બોલ પર સિંગલ સ્કોર કર્યો હતો. આ રીતે ઈશાંતે માત્ર 7 રન જ આપ્યા અને દિલ્હીએ 5 રનથી મેચ જીતી લીધી.

આ જીત છતાં દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને એટલે કે 10મા સ્થાને છે. તેઓ નવ મેચમાં ત્રણ જીત અને 6 હાર સાથે 6 પોઈન્ટ ધરાવે છે. આ સાથે જ આ સિઝનમાં ગુજરાતની ટીમની આ ત્રીજી હાર હતી. હાર્દિકની ટીમે અત્યાર સુધી નવમાંથી 6 મેચ જીતી છે અને તે 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.

Next Story