ગુજરાત ટાઈટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવ્યું, શુભમન ગિલની શાનદાર ઈનિંગ

New Update
ગુજરાત ટાઈટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવ્યું, શુભમન ગિલની શાનદાર ઈનિંગ

IPLની 16મી સિઝન શુક્રવાર (31 માર્ચ)થી શરૂ થઈ હતી. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ જીત સાથે ગુજરાતે ચેન્નાઈ સામે તેમનું અજેય અભિયાન ચાલુ રાખ્યું હતું. CSK સામે આ તેની સતત ત્રીજી જીત છે. આજ સુધી ગુજરાત હાર્યું નથી.

શુભમન ગિલની શાનદાર અડધી સદીને કારણે ગુજરાત ટાઇટન્સે IPLની 16મી સિઝનની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં સાત વિકેટે 178 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.2 ઓવરમાં પાંચ વિકેટે 182 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

Latest Stories