આજથી ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની શરૂઆત થશે. 16મી સીઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સીઝનની પહેલી જ મેચમાં બંને ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર વાળી મેચો જોવા મળી શકે છે. એકબાજુ એમએસ ધોનીની CSK ટીમ ગયા વર્ષના નિષ્ફળ પ્રદર્શનને ભૂલીને મેદાનમાં ઉતરશે. તો વળી, હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ ટીમ તેનો દબદબો જાળવી રાખવા પ્રયાસ કરશે.
ગુજરાત ટાઇટન્સની ટીમનો આઇપીએલમાં બહુ જુનો ઇતિહાસ નથી. ગયા વર્ષે ગુજરાતની ટીમે IPLમાં એન્ટ્રી કરી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 2 મેચ રમાઈ હતી. હાર્દિક પંડ્યાની ટીમ આ બંને મેચ જીતવામાં સફળ રહી હતી. આ રીતે આંકડાઓના આધારે જોવામાં આવે તો ગુજરાતની ટીમ CSK પર ભારે છે.