Connect Gujarat
ઇન્ડિયન પ્રીમિયર લીગ

IPL 2023 : રાજસ્થાન રોયલ્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું.

IPL 2023 : રાજસ્થાન રોયલ્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું.
X

રાજસ્થાન રોયલ્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 187 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19.4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિકલે અડધી સદી ફટકારી હતી. શિમરોન હેટમાયરે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અંતમાં ધ્રુવ જુરેલે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. પંજાબ તરફથી સેમ કરને અણનમ 49 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી નવદીપ સૈનીએ 3 વિકેટ ઝડપી હતી.

આ જીત સાથે રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં પાંચમા નંબર પર પહોંચી ગયું છે. ટીમે 14 મેચ રમીને 7માં જીત મેળવી છે. તે હજુ પણ પ્લેઓફની રેસમાં છે. આ હાર સાથે પંજાબ રેસમાંથી બહાર થઈ ગયું છે. પંજાબે 14માંથી 6 મેચ જીતી છે. તેના 12 પોઈન્ટ છે.

Next Story