રાજસ્થાન રોયલ્સ (RR)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં સતત બીજી જીત હાંસલ કરી છે. ટીમે વર્તમાન સિઝનની 9મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને 12 રનથી હરાવ્યું હતું.જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં દિલ્હીએ ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટે 185 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 5 વિકેટે 173 રન જ બનાવી શકી હતી.
રાજસ્થાન માટે રિયાન પરાગે 45 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી, જ્યારે રવિચંદ્રન અશ્વિને 29 રન અને ધ્રુવ જુરેલે 20 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી ડેવિડ વોર્નરે 49 રન બનાવ્યા જ્યારે કેપ્ટન રિષભ પંતે 28 રન બનાવ્યા. રાજસ્થાન તરફથી યુઝવેન્દ્ર ચહલ અને નાન્દ્રે બર્જરે 2-2 વિકેટ લીધી હતી.