Home > સ્પોર્ટ્સ > ઇન્ડિયન પ્રીમિયર લીગ > KKR vs LSG IPL 2023 : લખનઉ સુપર જાયન્ટ્સે રોમાંચક મેચમાં કોલકતા નાઈટ રાઈડર્સને 1 રનથી હરાવ્યું
KKR vs LSG IPL 2023 : લખનઉ સુપર જાયન્ટ્સે રોમાંચક મેચમાં કોલકતા નાઈટ રાઈડર્સને 1 રનથી હરાવ્યું
BY Connect Gujarat Desk21 May 2023 4:12 AM GMT

X
Connect Gujarat Desk21 May 2023 4:12 AM GMT
લખનઉ સુપર જાયન્ટ્સે રોમાંચક મેચમાં કોલકતા નાઈટ રાઈડર્સને 1 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે લખનઉએ પ્લેઓફમાં સ્થાન મેળવી લીધું છે.
લખનઉએ પ્રથમ બેટિંગ કરતા 176 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાની ટીમ માત્ર 175 રન જ બનાવી શક્યા હતા. લખનઉ તરફથી નિકોલસ પૂરને 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બોલિંગમાં રવિ બિશ્નોઈ અને યશ ઠાકુરે 2-2 વિકેટ લીધી હતી. કૃણાલ પંડ્યા અને ગૌતમને એક-એક વિકેટ મળી હતી.
આ જીત છતાં લખનઉ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં ચેન્નઈ સુપર કિંગ્સથી આગળ નીકળી શકી ન હતી અને ત્રીજા સ્થાને રહી હતી. ચેન્નઇનો નેટ-રનરેટ લખનઉ કરતા સારો હતો. હવે પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ 23 મેના રોજ ટકરાશે. જ્યારે લખનઉએ એલિમિનેટર મેચ (24 મે)રમવી પડશે.
Next Story