LSG vs SRH: લખનૌ સુપર જાયન્ટ્સની ઘરઆંગણે સતત બીજી જીત, સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું

આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

New Update
LSG vs SRH: લખનૌ સુપર જાયન્ટ્સની ઘરઆંગણે સતત બીજી જીત, સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું

આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમનો નિર્ણય ખોટો સાબિત થયો. હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 121 રન જ બનાવી શકી હતી. જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સે 16 ઓવરમાં 5 વિકેટે 127 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

લખનૌ તરફથી કેપ્ટન કેએલ રાહુલે સૌથી વધુ 35 અને કૃણાલ પંડ્યાએ 34 રન બનાવ્યા હતા. નિકોલસ પૂરને સિક્સર સાથે મેચ પૂરી કરી હતી. તેણે 16મી ઓવરના છેલ્લા બોલ પર નટરાજનને સિક્સર ફટકારી હતી. તે 6 બોલમાં 11 રન બનાવીને અણનમ રહ્યો હતો. માર્કસ સ્ટોઇનિસે 13 બોલમાં અણનમ 10 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી આદિલ રાશિદે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમાર, ફઝલહક ફારૂકી અને ઉમરાન મલિકને 1-1 સફળતા મળી.

Latest Stories