Connect Gujarat
ઇન્ડિયન પ્રીમિયર લીગ

RCB vs DC: બેંગ્લોરે દિલ્હીને 23 રને હરાવ્યું, કોહલી પછી બોલરોએ કર્યો અજાયબી..!

દિલ્હીને 23 રને હરાવીને RCB ફરી જીતના પાટા પર આવી ગયું છે. આ સાથે જ દિલ્હીને સતત પાંચમી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

RCB vs DC: બેંગ્લોરે દિલ્હીને 23 રને હરાવ્યું, કોહલી પછી બોલરોએ કર્યો અજાયબી..!
X

દિલ્હીને 23 રને હરાવીને RCB ફરી જીતના પાટા પર આવી ગયું છે. આ સાથે જ દિલ્હીને સતત પાંચમી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે દિલ્હી પ્લેઓફની રેસમાંથી બહાર થવા તરફ આગળ વધી રહ્યું છે. જો કે આ ટુર્નામેન્ટમાં હજુ ઘણો સમય બાકી છે. પરંતુ પ્લેઓફની રેસમાં રહેવા માટે આ ટીમને બાકીની મેચોમાં મોટાભાગની મેચો જીતવી પડશે.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલીની અડધી સદીના આધારે 6 વિકેટે 174 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 9 વિકેટ ગુમાવીને માત્ર 151 રન જ બનાવી શકી હતી અને 23 રનથી મેચ હારી ગઈ હતી. કોહલી સિવાય બેંગ્લોર તરફથી મહિપાલ લોમરોરે 26 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી કુલદીપ યાદવ અને મિશેલ માર્શે 2-2 વિકેટ લીધી હતી. દિલ્હી તરફથી મનીષ પાંડેએ સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. નોર્ટજેએ પણ 23 રનની ઇનિંગ રમી હતી. આરસીબીના વિજયકુમારે 3 અને સિરાજે 2 વિકેટ લીધી હતી.

Next Story