RR vs CSK : રાજસ્થાને ચેન્નાઈને 32 રનથી હરાવ્યું, સેમસનની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર

IPL 2023ની 37મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 32 રને હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા.

New Update
RR vs CSK : રાજસ્થાને ચેન્નાઈને 32 રનથી હરાવ્યું, સેમસનની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર

IPL 2023ની 37મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 32 રને હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 43 બોલમાં 77 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 170 રન જ બનાવી શકી હતી. શિવમ દુબેએ 33 બોલમાં 52 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 29 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી. તે IPLમાં રાજસ્થાનની 200મી મેચ હતી અને તેઓએ જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં IPL ઇતિહાસમાં પ્રથમ વખત 200+ રન બનાવ્યા હતા. પછી મોટી જીત પણ હાંસલ કરી.

Advertisment W3.CSS

આ જીત સાથે રાજસ્થાનની ટીમ 8 મેચમાં 5 જીત અને 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. તે માત્ર ત્રણ મેચ હારી છે. આ સાથે જ ચેન્નાઈની ટીમ 8 મેચમાં 5 જીત અને 3 હાર સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને સરકી ગઈ છે. બીજા સ્થાને ગુજરાત ટાઇટન્સ ચેન્નાઈ કરતા વધુ સારા રન રેટ અને 10 પોઈન્ટ સાથે છે. ચેન્નાઈને રવિવારે ચેપોકમાં પંજાબ કિંગ્સ સામે આગામી મેચ રમવાની છે. રાજસ્થાનને રવિવારે જ વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમવાનું છે.