ભરૂચના આમોદ તાલુકાના રોજાટંકારીયા ગામ નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મૃતકની ઓળખ વાગરા તાલુકાના અંભેટા ગામના રહેવાસી વિજયભાઈ લક્ષ્મણભાઈ પરમાર તરીકે થઈ છે.અકસ્મતની જાણ થતાં આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.