અંબાજી પદયાત્રીઓને નડ્યો ગંભીર અકસ્માત

હિંમતનગરમાં સ્કોર્પિયો કાર ચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા

કાર ચાલકની બેલગામનો ભોગ બન્યા 12 યાત્રીઓ,એકનું મોત

રોષે ભરાયેલા લોકોએ કારને આગ લગાડી

યાત્રીઓએ કર ચાલકની ધરપકડ કરી પોલીસને હવાલે કર્યો

સાબરકાંઠાના હિંમતનગરમાં દોલગઢ પાટીયા નજીક પદયાત્રીઓને બેફામ સ્કોર્પિયો કાર ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.12 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને એક યુવાનનું મોત નીપજ્યું હતું.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર દોલગઢ પાટીયા નજીક પદયાત્રીઓનો સમૂહ પસાર થઈ રહ્યો હતો. તે સમયે પૂરઝડપે આવેલી સ્કોર્પિયો કાર ચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. એક સાથે 12 પદયાત્રીઓ અકસ્માતનો ભોગ બનતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અકસાન સર્જ્યા બાદ કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિકો અને પદયાત્રીઓએ કાર ચાલકને ઝડપી લીધો હતો. અકસ્માતને પગલે રોષે ભરાયેલા ટોળાએ કારને આગ ચાંપી દેતા કાર ભડકે બળી ગઈ હતી.

અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા 12 પદયાત્રીઓને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જયારે અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા નાના ચેખલા ગામના મોહન રમણભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું.દરમિયાન કારમાંથી ખાલી દારૂની બોટલ મળી આવતા ઘટનાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. કારચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે. કારચાલકને ઝડપી લેવામાં આવ્યો છે અને પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

ઈજાગ્રસ્તોના નામ:-

1. દિલીપકુમાર સજ્જન્સી પટેલ — રહે. પંચમહાલ રોડરા

2. મહેશભાઈ મગનભાઈ પટેલ — રહે. નાના ચેખલા

3. હાર્દિકકુમાર રતિલાલભાઈ સોલંકી — રહે. ઉકેડીના મુવાડા,કપડવંજ

4. મોહનભાઈ રમણભાઈ વાઘેલા — રહે. નાના ચેખલા

5. ચેતનાબેન મોહનભાઈ વાઘરી — રહે. નાના ચેખલા

6. સુનિલભાઈ નગીનભાઈ બારીયા — રહે. કણજી પાણી, તાલુકો જાંબુઘોડા

7. વક્તુભાઈ ગલબાભાઈ વાઘરી — રહે. નાના ચેખલા

8. મુકેશકુમાર નટવરભાઈ પટેલ — રહે. દાણોતરા, તાલુકો ગોધરા

9. રમેશભાઈ ચંદ્રસિંહ પરમાર — રહે. દાણોતરા, તાલુકો ગોધરા

10. આશાબેન મહેશભાઈ પટેલ — રહે. નાના ચેખલા

11. રણજીતભાઈ રમેશભાઈ વાઘેલા — રહે. નાના ચેખલા

12. વિજયભાઈ ધીરુભાઈ પટેલ — રહે. દાણોતરા, તાલુકો ગોધરા

મૃતકનું નામ:-

1.મોહનભાઈ રમણભાઈ વાઘેલા — રહે. નાના ચેખલા