અંકલેશ્વર GIDC વિસ્તારમાં નિયમ ચોકડી નજીક જમીનમાંથી આગની જ્વાળાઓ નીકળવાની ઘટના સામે આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગુજરાત ગેસ કંપનીની અંડરગ્રાઉન્ડ ગેસ લાઇનમાં લીકેજ થતાં જમીનમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી.
આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ચિંતા ફેલાઈ હતી અને લોકોમાં દોડધામ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બંને ટીમોએ સંયુક્ત કામગીરી હાથ ધરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
અંડરગ્રાઉન્ડ ગેસ લાઇનમાં લીકેજ થવાને કારણે બનેલી આ ઘટનાએ વિસ્તારમાં સુરક્ષાને લઈને ચિંતા ઊભી કરી છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે અન્ય નુકસાન થયું ન હતું
