અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
અમૃતા એકેડમી ખાતે આયોજન
ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
12 શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ
શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત
અંકલેશ્વરના ગડખોલની અમૃતા એકેડમી ખાતે નવા કાંસીયા ક્લસ્ટર કક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 12 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
અંકલેશ્વર તાલુકાના નવા કાસીયા ક્લસ્ટર કક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળાનું ગડખોલની અમૃતા એકેડમી શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.આ બાળ વૈજ્ઞાનિક મેળામાં 12 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર આધારિત વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
બાળ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ અને નવીન વિચારોનું પ્રદર્શન કર્યું હતું. વિવિધ કૃતિઓ નિહાળવા માટે શાળા પરિવાર તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી.
ક્લસ્ટર કક્ષાના આ બાળ વૈજ્ઞાનિક મેળાથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, સંશોધનવૃત્તિ અને નવીનતા વિકસાવવામાં મહત્વપૂર્ણ પ્રેરણા મળી હતી.આ પ્રસંગે કે. એન. સિંધ.,સીઆરસી કો-ઓર્ડિનેટર વિજયભાઈ પ્રજાપતિ , ધર્મેન્દ્ર મહિડા,યોગેશભાઈ પરમાર, નિયામક વિનાયક ફુલકણી સહીત શાળાના આચાર્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
