અંકલેશ્વરમાં આવેલું છે ગણેશજીનું મંદિર
ક્ષિપ્રા ગણેશ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર
આજરોજ અંગારકી ચોથની ઉજવણી
ગણેશ યાગ સહિતના ક્રાર્યક્રમો યોજાયા
ભાવિક ભક્તોએ લીધો લાભ
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ ક્ષીપ્રા ગણેશ મંદિરે અંગારકી ચોથની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
આજરોજ મંગળવાર અને ચતુર્થીનો સુભગ સમન્વય… અંગારકી ચોથ. અંકલેશ્વરના પ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ભક્તોએ વિઘ્નહર્તા શ્રી ગણેશના દર્શન કર્યા હતા. હાંસોટ રોડ પર આવેલ ક્ષીપ્રા ગણેશ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતીક છે.
અહીં જમણી સૂંઢ વાળા ગણપતિ બિરાજમાન છે, સાથે જ આ ગણેશજીને તુરંત જ ફળ આપનાર માનવામાં આવે છે ત્યારે ભક્તો દુંદાળાદેવની આરાધનામાં લીન બન્યા હતા.આ પ્રસંગે ગણેશ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્તવિધિ અનુસાર દુંદાળાદેવની આરાધના કરવામાં આવી હતી.
