GPCB અને RTOના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન
RTOમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
લોકોને કાપડ બેગનો ઉપયોગ કરવા GPCB દ્વારા અપીલ
RTO આવતા લોકોને કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું
મોટી સંખ્યામાં GPCB-RTOના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
‘પ્લાસ્ટિક મુક્ત અભિયાન’ અંતર્ગત સુરતમાં GPCB અને RTOના સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત RTO ખાતે ‘પ્લાસ્ટિક મુક્ત અભિયાન’ એ સરકારી કચેરીઓમાં પર્યાવરણની જાળવણી અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને નાબૂદ કરવા માટે શરૂ કરાયેલી સરાહનીય પહેલ છે. GPCB અને RTOના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
લોકો પ્લાસ્ટિક બેગ છોડી કાપડ બેગનો ઉપયોગ કરે તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ GPCB દ્વારા RTO કચેરીમાં આવતા લોકોને કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. RTO કચેરીમાં આવતા વાહન ચાલકો અને નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અથવા ઘટાડવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
