સુરત સાયબર ક્રાઈમ પોલીસના દિલ્હી-ગુરુગ્રામમાં ધામા
વજન ઘટાડવા-સ્કિનની પ્રોડક્ટ્સ વેચવાના નામે છેતરપિંડી
સોશિયલ મીડિયા પર લોકોને છેતરવા આપતા હતા લાલચ
પોલીસે રૂ. 1.77 કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો
માસ્ટર માઇન્ડ સહિત 4 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરાય
સુરતમાં સોશિયલ મીડિયા પર વજન ઘટાડવાની અને સ્કિનની પ્રોડક્ટ્સ વેચવાના નામે અંદાજે રૂ. 1.77 કરોડથી વધુની સાયબર છેતરપિંડીનો મોટો પર્દાફાશ થયો છે.
સુરત સાયબર ક્રાઈમ પોલીસે દિલ્હી અને ગુરુગ્રામમાં ચાલતા એક હાઈટેક ફેક મેડિકલ કોલ સેન્ટર પર દરોડા પાડીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર વજન ઘટાડવાની અને સ્કિનની પ્રોડક્ટ્સ વેચવાના નામે અંદાજે રૂ. 1.77 કરોડથી વધુની સાયબર છેતરપિંડીનો મોટો પર્દાફાશ થયો છે.
ઠગબાજોએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર ‘ક્યોરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ’ નામની કંપનીના નામે વજન ઉતારવાની આકર્ષક જાહેરાતો મુકી હતી. લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી આચરતા ગેંગના મુખ્ય આરોપી અમિત ગૌરવ અને પંકજ શર્મા સહિત મુખ્ય આરોપી સહિત 4 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
