ભક્તોની સુવિધા માટે GSRTC ભરૂચ વિભાગ દ્વારા આયોજન

ભક્તો સરળતાથી ધાર્મિક સ્થળે પહોંચી શકે તેવું આયોજન

રાજપીપળાથી બેચરાજી રુટ ઉપર વિશેષ બસ સેવનો પ્રારંભ

આ સેવા નવરાત્રી-દશેરા સુધી કાર્યરત રહેશે : યાંત્રિક ઇજનેર

ભક્તોને વિશેષ બસ સેવાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ

નવરાત્રી અને દશેરાના પાવન પર્વ નિમિત્તે ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લાના મુખ્ય બસ સ્ટેશન રાજપીપળાથી બેચરાજી સુધી વિશેષ બસ સેવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

નવરાત્રી અને દશેરાના પર્વ દરમિયાન ભક્તો સરળતાથી ધાર્મિક સ્થળોએ પહોંચી શકે તે હેતુથી GSRTC ભરૂચ વિભાગ દ્વારા રાજપીપળાથી બેચરાજી સુધી વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ અમદાવાદ, ડભોઈ, વડોદરા, રાણીપ, છત્રાલ અને કડી સહિતના સ્થળોએ થઈને જશે.

આ અંગે ભરૂચ વિભાગના યાંત્રિક ઇજનેર જી.કે.પટેલે જણાવ્યું હતું કે, આ વિશેષ બસ રાજપીપળા બસ સ્ટેશનથી બપોરે 12 કલાકે ઉપડશે. આ બસ સેવાના માધ્યમથી નવરાત્રી અને દશેરાના પર્વ દરમિયાન બેચરાજી જવા ઇચ્છતા ભાવિક ભક્તોને મુસાફરીમાં સુવિધા મળશે. તેઓએ ભાવિક ભક્તોને વિશેષ બસ સેવાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો છે.