-
મ્યુનિ. કચેરીમાં વિઝિટર્સ હેલ્પ ડેસ્કનો પ્રારંભ કરાયો
-
મનપા કમિશ્નરની સીધી નજર હેલ્પ ડેસ્ક પર રેહશે
-
લોકોને ફરિયાદો-કામો માટે ધક્કા ખાવા નહીં પડે
-
સમય અને ઝડપી કામગીરી કરવા નિર્ણય લેવાયો
-
અધિકારીની જવાબદારી નક્કી કરી ફિડબૅક પણ લેવાશે
સુરત મહાનગરપાલિકાના વહીવટને વધુ અસરકારક બનાવવા મ્યુનિસિપલ કમિશનરે કચેરી ખાતે અત્યાધુનિક ‘વિઝિટર્સ હેલ્પ ડેસ્ક’ શરૂ કરાવ્યું છે.
સુરત મહાનગરપાલિકા કચેરીએ પોતાના કામો લઈને આવતા હજારો મુલાકાતીઓને કયા વિભાગમાં જવું તેની મૂંઝવણ રહેતી હોય છે, ત્યારે પાલિકા કચેરીના વહીવટને વધુ અસરકારક બનાવવા મ્યુનિસિપલ કમિશનરે કચેરી ખાતે અત્યાધુનિક ‘વિઝિટર્સ હેલ્પ ડેસ્ક’ શરૂ કરાવ્યું છે. આ ડેસ્ક પ્રશ્નોના સમયસર નિરાકરણ પણ કરશે. દર સોમવારે 125 મળી સપ્તાહમાં 250 લોકો કમિશનરની મુલાકાત-ફરિયાદ માટે આવે છે. તેમને હવે ધક્કા ખાવા નહીં પડે, તે માટે આ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. આ હેલ્પ ડેસ્કની વિશેષતાઓની વાત કરીએ તો, ટેબલો પર અટવાતી ફરિયાદોને અગ્રતા આપવા કલર કોડિંગ કરી નિકાલની મર્યાદા નક્કી કરાશે. ગ્રાન્ટ-બજેટને લગતી અરજીને રેડ ટેગ. સફાઈ, પાણી, ડ્રેનેજ-સ્ટ્રીટ લાઈટની ફરિયાદોને ગ્રીન ટેગ અપાશે. 2 દિવસમાં રિપ્લાય ન આપનાર અધિકારીની જવાબદારી નક્કી કરાશે. તેમજ નાગરિકોના ફિડબૅક પણ લેવાશે. સામાન્ય ફરિયાદ, ગ્રાન્ટની રજૂઆત વગેરેનું ઓનલાઈન ટ્રેકિંગ થશે. લોકોને વારંવાર ધક્કા ન ખાવા પડે તે માટે SMS અને WhatsAppથી અપડેટ કરાશે. એટલું જ નહીં, સ્ટાફ અરજીઓ જે તે વિભાગો સુધી પહોંચાડશે, જેથી લોકોને ધક્કા ખાવા નહીં પડે. રજૂઆતો ઓનલાઈન કરી દેવાશે તથા કમિશનરની રૂબરૂ મુલાકાત પણ થશે.
