ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 33 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 506 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 06 લોકો વેન્ટીલેટર પર છે. 500 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212187 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,939 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક દર્દીનું મોત થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત થયું છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 19, વડોદરા કોર્પોરેશનમાં 3, બનાસકાંઠા 2, રાજકોટ 2, દાહોદ 1, ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 1, મોરબી 1, પાટણ 1, સુરત કોર્પોરેશન 1 અને તાપીમાં 1 કોરોનાનો નવો કેસ નોંધાયો છે.

અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્ધારકા, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડમાંમાં એક પણ નવો કેસ નોંધાયો નહોતો.

બીજી તરફ આજે 63 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.06 ટકાએ પહોંચ્યો છે. આજે 56,133 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રિકવરી રેટ 99.06 ટકા છે. રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 3991 ને રસીનો પ્રથમ અને 24952 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.