મેષ (અ, લ, ઇ): મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે.
વૃષભ (બ.વ.ઉ) : યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધી સમસ્યાનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સ્વવિવેકથી, સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે.
મિથુન (ક.છ.ઘ) : વ્યાપાર ક્ષેત્ર વિસ્તૃત થશે. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. સ્વાધ્યાયમાં રુચિ વધશે. સુખદ સમાચાર મળશે.
કર્ક (ડ,હ) : મહત્વકાંક્ષાઓ પ્રગતિ માટે પ્રેરિત કરશે. નિષ્ઠાથી કાર્ય કરતાં રહો. ઈચ્છિત સિદ્ધિ અને મનોનુકૂળ લાભ અવશ્ય મળશે. માન-સન્માન વધશે.
સિંહ (મ,ટ) : યાત્રા અને મનોવિનોદમાં સમય પસર થશે. સહયોગ અને સારા સંબંધોને કારણે લાભને ઉન્નતિનો માર્ગ મોકળો થશે. પ્રસન્નતાનું વાતાવરણ રહેશે.
કન્યા (પ,ઠ,ણ): સંગીતનાં ક્ષેત્રમાં રુચિ વધશે. વેપાર-ધંધો સારો ચાલશે. વિશેષ કાર્ય માટે કરવામાં આવેલી દોડધામ લાભદાયી તથા સાર્થક સિદ્ધ થશે.
તુલા(ર,ત) : સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સુખ-સમૃદ્ધિ વધવાથી અનેક અટકેલા કાર્ય સમય પર પૂર્ણ થઈ શકશે.
વૃશ્ચિક(ન,ય) : નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
ધન(ભ,ધ,ઢ,ફ) : યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે.
મકર(ખ,જ): સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.
કુંભ(ગ.સ.શ.ષ) : સામાજિક ક્ષેત્રોમાં સફળતાનો યોગ છે. ભવન નિર્માણ સંબંધી કાર્યો થશે. ખર્ચ, પ્રવાસ વગેરેના યોગ છે. નવા સંબંધ બની શકે છે.
મીન (દ,ચ,ઝ,થ) : સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ. આર્થિક સ્ત્રોતોમાં વૃદ્ધિના કાર્ય થશે. રોગ નિવારણાર્થ કાર્યો માટે યાત્રાનો યોગ.