મહેસાણામાં હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ, અભિનેતા પરેશ રાવલના બે ભાઈ પકડાયા

New Update
મહેસાણામાં હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ, અભિનેતા પરેશ રાવલના બે ભાઈ પકડાયા

મહેસાણાના વિસનગર ખાતેના જુગાર ધામમાં અભિનેતા અને એમ.પી પરેશ રાવલના ભાઈ રેડમાં પકડાયા છે. વિસનગરના મથુરદાસ ક્લબના મકાનમાં ચાલતા જુગારધામ પર રેડ પાડવામાં આવી હતી. જેમાં 20 જુગારીયા પકડાયા છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મહેસાણા એલસીબી અને પેરોફોલો સકોર્ડ મહેસાણા દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં ૧.૯૪ લાખની રોકડ રકમ, ૧૬ મોબાઇલ અને ત્રણ વાહન મળી ૬.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

પરેશ રાવલના પિતરાઇ ભાઇ કિર્તી રાવલ વિસનગરમાં જુગારધામ ચલાવતા હતા. પરેશ રાવલનો ભાઇ હિંમાશુ રાવલ પણ જુગાર રમતા પકડાયો છે. લોકડાઉનમાં હિમાંશુ રાવલ બોમ્બેથી વિસનગર ખાતે રહેવા આવ્યો હતો. મહેસાણાના વિસનગર કૃષ્ણ સિનેમા પાસે મથુરદાસ કલબ આવેલી છે. મહેસાણાના વિસનગર પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઈ છે.

શહેરની મધ્યમાં આ જુગારધામ ચાલતું હતું. મથુરદાસ ક્લબમાં હિમાંશુ રાવલ અને કિર્તી રાવલ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હતા. આ કલબમાં કિર્તી રાવલ ટ્રસ્ટી છે, જ્યારે પરેશ રાવલનો મુંબઇ રહેતો ભાઇ હિમાંશુ લોકડાઉનમાં વિસનગર આવ્યો હતો. અહીં વિસનગર ઉપરાંત, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદથી શોખિનો જુગાર રમવા આવતા હતા.

Latest Stories