આજે તારીખ 5મી જાન્યુઆરી.. અભિનેત્રી દિપિકા પાદુકોણનો 35મો જન્મદિવસ. ચાલી જાણીએ તેના કારકિર્દીના 10 એવા પાત્રો જે દીપીકાના જીવનની સફળતાની ગાથા છે.

દીપિકા પાદુકોણ આજે ભારતની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે. દીપિકાએ 2007માં શાહરૂખ ખાનની ઓમ શાંતિ ઓમ સાથે ડેબ્યૂ કર્યું હતું. 2007માં રિલીઝ થયેલી આ ફિલ્મથી દીપિકા પાદુકોણે હિન્દી ફિલ્મ જગતમાં ડેબ્યૂ કર્યું હતું. શાહરૂખ ખાન સાથે ફિલ્મમાં દીપિકાને ડબલ રોલ કરતી જોવા મળી હતી અને પહેલી જ ફિલ્મમાં તેણે પોતાની ઓળખ બનાવી હતી. દીપિકાએ ફિલ્મ લવ આજ કલમાં સૈફ અલી ખાન સાથે મીરા પંડિતનું પાત્ર ભજવ્યું હતું.

કોકટેલમાં સૈફ અને દીપિકાની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તે વેરોનિકાની ભૂમિકામાં જોવા મળી હતી જે પોતાની શરતો પર જીવન જીવવામાં માને છે. દીપિકાના કરિયરના સૌથી બોલ્ડ પાત્રોમાંનું એક છે. રેસ -2 માં જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ ભાઈ અને બહેનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. અબ્બાસ-મસ્તાન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં તેણીનો ગ્લેમરસ અવતાર હતો. દીપિકા ફરી એકવાર શાહરૂખ ખાન સાથે ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસમાં જોવા મળી હતી. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત રામલીલામાં દીપિકા અને રણવીર પહેલીવાર સાથે જોવા મળ્યા હતા.

દિગ્દર્શક શૂજિત સરકારની પીકુમાં દીપિકાનું પાત્ર પીકુ બેનર્જી તેણે ભજવેલા જૂના પાત્રોથી સાવ અલગ હતું. ઈમ્તિયાઝ અલી નિર્દેશિત તમાશામાં દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરની જોડી ફરી એકવાર જોવા મળી હતી. રણવીર સિંહ સાથે દીપિકાની રોમેન્ટિક કેમિસ્ટ્રી ફરી એકવાર ફિલ્મ બાજીરાવ મસ્તાની(2015)માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે એક યોદ્ધા રાજકુમારી મસ્તાનીનું પાત્ર ભજવ્યું હતું. પદ્માવતમાં દીપિકા પાદુકોણે રાણી પદ્માવતીનું પાત્ર ભજવ્યું હતું.