/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/02154517/WhatsApp-Image-2020-09-02-at-3.19.26-PM-e1599041726234.jpeg)
જામનગરમાં સતત વધતા કોરોનાના કેસને ધ્યાને લઇ ગુજરાત અધિક મુખ્ય સચિવ (મહેસુલ) પંકજકુમાર તથા જામનગરના પ્રભારી સચિવ અને રાજ્યના પશુપાલન વિભાગના સચિવ નલીન ઉપાધ્યાય જામનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જયાં તેમણે સમીક્ષા બેઠક યોજી હતી.
અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જિલ્લાના વહીવટી અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી, જિલ્લાની કોવિડ પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી અને સંક્રમણને અટકાવવા માટે અધિકારીઓ સાથે માઈક્રો પ્લાનિંગ અને ડીટેલ એનાલીસીસ કર્યું હતું. ત્યારબાદ અધિક મુખ્ય સચિવ તેમજ પ્રભારી સચિવ એ કોવિડ હોસ્પિટલ -ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે હોસ્પિટલની વ્યવસ્થાઓ નિહાળી આવશ્યક સૂચનો કર્યા હતા તેમજ તબીબી સ્ટાફ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં કલેકટર રવિશંકર, કમિશનર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપીન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા ,કોરોના નોડલ ડોકટર એસ.એસ.ચેટરજી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા, જામનગર શહેર પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગર વગેરે અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.