અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઘટ્યો છે. તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન 38થી 39 ડિગ્રી સુધી પહોંચ્યું છે. ત્યારે આગામી 48 કલાક બાદ ફરી એકવાર ગરમી વધવાની શક્યતાઓ છે. હાલમાં ગુજરાત ઉપર નીચલા સ્તરમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. તેને કારણે આગામી 48 કલાક હજુ પણ તાપમાનમા ઘટાડો અનુભવાશે. ત્યાર બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધે તેવી શક્યતાઓ એટલે કે બે દિવસ બાદથી ફરી એક વખત અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.
રાજ્યમાં 2 દિવસ બાદ ફરી ગરમીમાં થશે વધારો, તાપમાન 3 ડીગ્રી સુધી વધશે !
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઘટ્યો છે. તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન 38થી 39 ડિગ્રી સુધી પહોંચ્યું છે.
