અમદાવાદ : એક મહિનામાં પેટ્રોલના ભાવમાં 11 વખત વધારો, વાહન ચાલકોની હાલત કફોડી

New Update
અમદાવાદ : એક મહિનામાં પેટ્રોલના ભાવમાં 11 વખત વધારો, વાહન ચાલકોની હાલત કફોડી

કોરોના અને મ્યુકોરમાઇકોસીસના કહેર વચ્ચે હવે પેટ્રોલના ભાવ વધતાં લોકોની હાલત પડતા પર પાટુ માર્યું હોય તેવી થઇ ચુકી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પેટ્રોલના ભાવ સેન્ચ્યુરીની નજીક પહોંચી ગયાં છે.

એક તરફ દેશ ભરમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે બીજી બાજુ પેટ્રોલ ડીઝલના ભાવ કડકે અને ભડકે વધી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં પેટ્રોલમાં 2.60 અને ડીઝલમાં 3.35 નો ભાવવમાં વધારો થયો છે. જે લોકો ઉપર બોજો બની રહ્યો છે. કારણકે લોકોને હાલ નોકરી ધંધા ચાલતા નથી ત્યાં ધીમે ધીમે કરી પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાએ લોકોની કમર તોડી નાંખી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની અસર અન્ય વસ્તુઓ ઉપર પણ પડતી હોવાથી મોંઘવારી વધી છે.

એક મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક મહિનામાં 11 વખત વધારો થયો છે. તારીખ પહેલી મેના રોજ પેટ્રોલનો ભાવ અંદાજે 87 રૂપિયા તથા ડીઝલનો ભાવ 86 રૂપિયાને આસપાસ હતો. દરરોજ 35 પૈસા 35 પૈસાનો ભાવ કરતા હોવાથી લોકોને ખ્યાલ નથી આવતો કે કેટલો ભાવ વધારો થયો છે.

એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે તેમાં લોકોના વેપાર અને ધંધા ઠપ થઇ ગયાં છે. તેવામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો બિમારીના ખર્ચાઓમાં પીસાઇ રહેલી જનતા માટે પડતા પર પાટુ જેવો બની રહયો છે. સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અંકુશ લાવે તેવી વાહનચાલકો માંગ કરી રહયાં છે.