/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/06174916/CG_ahm_iim-corona-visfot-e1617711595871.jpg)
અમદાવાદ IIM કેમ્પસમાં છેલ્લા 2 દિવસમાં કોરોનાના વધુ 19 પોઝિટિવ કેસ આવ્યા છે ત્યારે IIMમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 150 પાર કરી ગયો છે ત્યારે એક સાથે આટલી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવતા કેમ્પસની અંદર મોટાભાગનો વિસ્તાર કંટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યો છે.
અમદાવાદ IIM કેમ્પસમાં કોરોના સંક્રમણ તેજ ગતિએ વધ્યું છે અને અત્યારસુધીમાં 150 થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સૌ પ્રથમ 12 માર્ચના રોજ મેચ નિહાળવા ગયેલા 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. કેમ્પસમાં સંક્રમણ ફેલાતા વેક્સનીનેશનની સ્પેશ્યલ ડ્રાઈવ પણ કરવામાં આવી છે. અમદાવાદની ટોચની શિક્ષણ સંસ્થાઓમાં પણ કોરોના સતત ફેલાઈ રહ્યો છે. હાલમાં IIM કેમ્પસમાં પોઝિટિવ કેસ આવતા કેમ્પસને સૅનેટાઇઝેશન કરવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે તો સાથે કેમ્પ્સમાં 105 થી વધુ રૂમોને કંટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે અને કેમ્પસમાં બાકી રહેલા લોકોની રેન્ડમ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારસુધીમાં 247 થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે