મહીસાગરના ધૈર્યરાજસિંહ ને એસએમએ ટાઈપ વન બીમારી છે અને તેની સારવાર માટે જરૂરી રૂપિયા 16 કરોડની માટે રાજ્યભરમાથી દાનનો ધોધ વહી રહ્યો છે ત્યારે ત્યારે અમદાવાદની 3 વર્ષની દીકરી આયેના પણ આવી ગંભીર બીમારી સામે લડી રહી છે અને તણો જીવ બચાવવા પિતા લોકોને મદદની ગુહાર લગાવી રહ્યા છે.
આયેના 3 વર્ષની છે અને અમદાવાદના વેજલપુરમાં રહે છે આયેનાના પિતા ખાનગી નોકરી કરે છે. માતા પિતા બન્ને આયેનાના જન્મથી ખુશ હતા પણ સમયની સાથે પરિવારની ખુશી દુઃખમાં ફેરવાતી ગઈ. 8 મહિના બાદ આયેનાને ચાલવામાં ઉભા થવામાં તકલીફ પડવા લાગી. પહેલા પરિવારને લાગ્યું કે કોઈ સામાન્ય બીમારી હશે પણ ડોકટરોએ જ્યારે નિદાન કર્યું ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ. ડોકટરોના કેહવા મુજબ આયેનાની સારવાર શક્ય નથી તેને એસએમએ ટાઈપ 2 બીમારી છે જેને કારણે તેના સ્નાયુ નબળા પડી ગયા છે.
એના માટે અમેરિકામાં બનતા ખાસ ઇન્જેક્શનની જરૂર છે. જેની બજાર કિંમત 22 કરોડ છે જો સરકાર ટેક્સ માફ કરે તો 16 કરોડનું આ ઇન્જેક્શન થાય. પરિવાર મધ્યમવર્ગીય છે અને માતા પિતા બને પોતાની દીકરી આયેનાનું જીવન બચાવવા મદદ માટે અપીલ કરી રહયા છે. આમ એક પરિવાર પોતાની દીકરી માટે મદદની ગુહાર લગાવી રહ્યો છે. કનેકટ ગુજરાત પણ આપને અપીલ કરે છે કે માસુમ દીકરીને બચાવવા આપ ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપી પરિવારને મદદરૂપ થઈ શકો છો.