અમદાવાદ : રાજયમાં કોરોનાનો હાહાકાર, 5 દિવસમાં નોંધાયા 7 હજાર કેસ

અમદાવાદ : રાજયમાં કોરોનાનો હાહાકાર, 5 દિવસમાં નોંધાયા 7 હજાર કેસ
New Update

રાજ્યમાં કોરોના સંક્રમને રોકવા ૫૭ કલાકનો કરફ્યુ અમદાવાદમાં લાદવો પડ્યો હતો. ત્યાર બાદથી શહેર પુનઃ ધબકતું થયું છે, પરંતુ શહેરમાં કોરોનાનો હાહાકાર યથાવત છે. અને દિવસે ને દિવસે કોરોનાની સ્થિતિ ચિતનાજનક બની રહી છે. રાજયમાં છેલ્લા 5 દિવસમાં પ્રતિદિવસ 1400 ની આસપાસ પોઝિટિવ કેસ આવી રહયા છે. 5 દિવસમાં 7000 હજાર કોરોના દર્દીઓ સામે આવતા હડકમ્પ મચી ગયો છે.

રાજ્યમાં દિવાળી બાદથી કોરોના સંક્ર્મણ વધી રહ્યું છે અને તેમાં અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી ૩૦૦થી વધુ દર્દી નોંધાઈ રહ્યા છે. આ બાબત ખરેખર લોકોના આરોગ્ય માટે જોખમી બની છે છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદમાં ૩૦૦થી વધુ કેસ મળીને નવા ૯૭૭ કેસ આરોગ્ય વિભાગે નોંધ્યા છે. દિવાળી બાદના આઠ દિવસમાં જ અમદાવાદમાં કુલ ૨૦૪૪ કેસ સામે આવ્યા છે. ગઈ કાલે આઠ દર્દીનાં મોત થવાથી મૃત્યુઆંકમાં પણ ચિંતાજનક વૃદ્ધિ થઈ છે.આમ અમદાવાદમાં સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થઇ રહી હોય તેવું પ્રતીત થાય છે.

રાજ્યમાં જે રીતે દરરોજ કોરોનાના કેસ સામે આવી છે તેને કારણે આવનાર દિવસોમાં સ્થિતિ વણસે તેવી શક્યતા છે. તબીબો એ ચેતવણી આપી છે કે જો હવે જનતા બેદરકારી દાખવશે તો આ આંકડો હજી વધી શકે છે. એક સમયે રાજ્યમાં સ્થિતિ કાબુમાં હતી અને કોરોના કેસનો આંકડો 900 ની આસપાસ હતો પણ દિવાળી અને તહેવારો બાદ આ આંકડો કુદકેને ભૂસકે વધી રહ્યો છે.

#Corona Virus #Ahmedabad Police #Ahmedabad Collector #Ahmedabad News #Ahmedabad Corona #Ahmedabad Corona Update
Here are a few more articles:
Read the Next Article