અમદાવાદ : 900 બેડની કોવીડ કેર હોસ્પિટલનો પ્રારંભ, 150 બેડનું અલાયદું ICU

New Update
અમદાવાદ : 900 બેડની કોવીડ કેર હોસ્પિટલનો પ્રારંભ, 150 બેડનું અલાયદું ICU

અમદાવાદમાં વધી રહેલાં કોરોનાના સંક્રમણને ધ્યાને રાખી યુધ્ધના ધોરણે 900 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં 150 બેડ આઇસીયુ સાથે ઉપલબ્ધ છે. કોરોનાના દર્દીઓની અહીં વિના મુલ્યે સારવાર કરવામાં આવશે તેમજ ભોજન અને નાસ્તાની પણ સુવિધા કરવામાં આવી છે.

અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં યુદ્ધના ધોરણે 900 બેડની સુવિધા સાથે કોવિડ કેર હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે. અહીં કુલ 1400 બેડની ક્ષમતા વાળી હોસ્પિટલ તૈયાર થશે. 750 ઓક્સિજન બેડની સુવિધા સાથે આ હોસ્પિટલમાં 150 બેડનું ICU પણ તૈયાર કરાયું છે. સારવાર માટે આવતાં દર્દીઓની સંખ્યાને અનુલક્ષી વધારાના 500 બેડ ઉભા કરી શકાશે. અમદાવાદની આ હોસ્પિટલ DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપેન્ટ ઓર્ગોનાઇઝેશન) દ્વારા બનેલી દેશની સૌથી મોટી કોવિડ હોસ્પિટલ છે. અમદાવાદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઇ ગયાં છે ત્યારે દર્દીઓને વાહનો કે અન્ય સ્થળોએ સારવાર આપવાની ફરજ પડી રહી છે.

કોરોનાનો નવો સ્ટ્રેઇન સીધો ફેફસા પર અસર કરી રહયો હોવાથી દર્દીઓને ઓકિસજનની જરૂર પડી રહી છે. ઓકિસજનની માંગમાં વધારો થતાં હવે ઓકિસજનની અછત વર્તાઇ રહી છે. અમદાવાદમાં તૈયાર થયેલ હોસ્પિટલમાં દર્દીઓના બેડ પર જ ઓક્સિજન પાઇપલાઇન લગાવવામાં આવી છે. આ માટે 35,000 લિટર ઓક્સિજન ક્ષમતા વાળી ટાંકી લગાવવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે અન્ય એક 25 હજાર લિટર ક્ષમતા ધરાવતી ઓક્સિજનની ટાંકીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. DRDOના 10 નિષ્ણાંત તબીબોની ટીમ હાલ હોસ્પિટલમાં છે. હોસ્પિટલના સંચાલન માટે અંદાજે કુલ 600 જેટલા કર્મચારીઓ 3 અલગ અલગ શિફ્ટમાં કામ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ હોસ્પિટલની મુલાકાત લઇ વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી.

Latest Stories