અમદાવાદ : વટવા GIDC ફેઝ 2 માં માતંગી એન્ટરપ્રાઈઝમાં ભડકી ઉઠી આગ, આસપાસની કંપનીઓ બળીને ખાખ

New Update
અમદાવાદ : વટવા GIDC ફેઝ 2 માં માતંગી એન્ટરપ્રાઈઝમાં ભડકી ઉઠી આગ, આસપાસની કંપનીઓ બળીને ખાખ

રાત્રિના સમયે અમદાવાદના જીઆઇડીસી ફેઝ 2માં માતંગી કેમિકલ્સમાં આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતો. મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ વટવા-વિંઝોલ રેલવે ફાટક પાસે આવેલ માતંગી એન્ટરપ્રાઈઝ અને જક્ષય નામની કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. જેમાં આસપાસની 4 મળી કુલ 6 જેટલી કંપનીમાં આગ ફેલાઈ હતી. ફાયરબ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કરી 40 ફાયર ટેન્કર અને 100 જેટલા જવાનોએ આગને કાબુમાં લેવાના પ્રયત્ન કર્યા હતાં અને ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. જો કે આગની ઘટનામાં હજુ સુધી જાનહાનીના કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી.

કંપનીઓમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે દૂરથી આકાશમાં આગના ગોટે ગોટા દેખાઇ રહ્યા હતા. આગને કારણે કેમિકલના જથ્થામાં થયેલા ધડાકા ઇસનપુર સુધી સંભળાયા હતાં. આગને કારણે લોકોના ટોળા ઉમટ્યા હતાં. ઘટનાની જાણ થતાં વટવા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

Latest Stories