/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/26161230/maxresdefault-370.jpg)
અમદાવાદમાં કોરોનાનાનો હાહાકાર યથાવત છે અને શહેર ફરીવાર હોટસ્પોટ બની રહ્યું છે ત્યારે અમદાવાદ IIMમાં કોરોના બ્લાસ્ટ થયો છે અને અહીં કેમ્પસમાં 38 છાત્રો સહીત કુલ 40 પોઝિટિવ કેસ મળી આવતા ફફડાટ ફેલાયો છે
અમદાવાદ આઇઆઇએમ કેમ્પસમાં કોરોના સંક્રમણ તેજ ગતિએ વધ્યું છે અને અત્યારસુધીમાં 40 પઝીટીવ કેસ સામે આવ્યા છે. પહેલા 22 કેસ સામે આવ્યા હતા ત્યારબાદ દરેક લોકોના ટેસ્ટ કરવામાં આવતા બીજા 18 કેસ પોઝિટિવ આવ્યા છે 12 માર્ચના રોજ મેચ નિહાળવા ગયેલા 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે માહિતી છુપાવી હોવાનું બહાર આવ્યું છે 6 વિદ્યાર્થીઓ મેચ જોવા ગયા હતા. જેમાંથી 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 40 કેસ પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે.AMCમાં ડોમ ઉપર ચેકીંગ કરતા પરંતુ તેઓ પોતાના વતનના સરનામાં સાથે ટેસ્ટ કરાવતાં હતા. આમ અમદાવાદની ટોચની શિક્ષણ સંસ્થાઓમાં પણ કોરોના સતત ફેલાઈ રહ્યો છે આઇઆઇએમ કેમ્પસમાં પોઝિટિવ કેસ આવતા કેમ્પસને સૅનેટાઇઝેશન કરવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે તો સાથે કેમ્પ્સમાં 80 થી વધુ રૂમોને કંટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે અને કેમ્પસમાં બાકી રહેલા લોકોની રેન્ડમ ટેસ્ટિંગ ની વ્યવસ્થા કરવામાં આવી છે