અમદાવાદ : નવરાત્રીને લઈને સરકારની ગાઇડલાઈન, મંજૂરી વગર આરતી પૂજા નહિ થઈ શકે

New Update
અમદાવાદ : નવરાત્રીને લઈને સરકારની ગાઇડલાઈન, મંજૂરી વગર આરતી પૂજા નહિ થઈ શકે

અમદાવાદ આવતા શનિવારથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. કોરોના મહામારીને લઈ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગરબાને પરમિશન આપવામાં આવી નથી. એક કલાક માટે માત્ર પૂજા અને આરતી કરી શકાશે, જેના માટે પોલીસની પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવી છે. એક કલાકની આરતી અને પૂજાના કાર્યક્રમમાં પણ સોસાયટી અને ફ્લેટમાં સોશિયલ ડિસ્ટન્સ માટે માર્કિંગ ફરજિયાત છે.તહેવારને લઇ અમદાવાદ પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડ્યું છે

સ્પેશ્યલ બ્રાન્ચના જેસીપી પ્રેમવીરશીંગ જણાવ્યું હતું કે ગરબાની પરમિશન આપવામાં આવી નથી. એક કલાકના કાર્યક્રમમાં સોસાયટી અને ફ્લેટમાં જ્યારે લોકો આરતી-પૂજા માટે ભેગા થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. આરતીના સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સ માટે 6 ફૂટના અંતરનું માર્કિંગ ફરજિયાત છે. માસ્ક અને કોરોનાની અન્ય ગાઈડલાઈન્સનું લોકોએ પાલન કરવું પડશે.પરમિશન ન લેનાર સામે જાહેરનામા ભંગની કાર્યવાહી થશે

નવરાત્રિ ને લઈને પોલીસ કમિશનર નુ જાહેરનામુ...

નવરાત્રિ મા 200 થઈ વધુ લોકોએ એકઠા ન થવુ..

સોશિયલ ડિસ્ટસિંગ સાથે આરતી કરવી..

દશેરાએ રાવણ દહન અને ગરબા કરવામા આવશે નહી..

શેરી ગરબા માટે સ્થાનીક પોલીસ ની મંજુરી લેવી જરૂરી.

ખુલ્લી જગ્યામાં મુર્તી સ્થાપના થશે.. તેની મંજુરી લેવાની રહેશે

કુંડાળા કરવા પડશે. 1 કલાકની મંજુરી મળશે

માસ્ક ફરજિયાત છે.થર્મલ સ્કેનીંગ ફરજીયાત છે..

5 વય થઈ વધુ.. ગર્ભવતી... અને 10 વર્ષ થઈ નાના બાળકો જાહેરમાં ના આવે

નિયમનો નુ ઉલ્લંઘન થાય તો કાર્યવાહી થશે.

નવરાત્રિને લઈ આ વર્ષે ગરબાનું આયોજન નથી, પરંતુ દરેક સોસાયટી અને ફ્લેટમાં આરતી અને પૂજાના એક કલાકના કાર્યક્રમ માટે પોલીસ પરમિશન ફરજિયાત છે, જેના માટે સોસાયટીના લેટરપેડ પર સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ પરમિશન લેવી પડશે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અરજી કરવી પડશે. પોલીસ દ્વારા ગાઈડલાઈન્સ પણ આપવામાં આવશે. આજથી આ પરમિશન આપવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં શરૂ થઈ ગઈ છે. જે સોસાયટીએ એક કલાકના આરતી અને પૂજાના કાર્યક્રમ માટે પરમિશન નથી લીધી તેમની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશ

Latest Stories