અમદાવાદ: અનેક રાજ્યોમાં વાહન ચોરી કરી તરખાટ મચાવનાર આંતરરાજ્ય આરોપી ઝડપાયો

અમદાવાદ: અનેક રાજ્યોમાં વાહન ચોરી કરી તરખાટ મચાવનાર આંતરરાજ્ય આરોપી ઝડપાયો
New Update

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુજરાત સહીત અનેક રાજ્યોમાં વાહન ચોરી કરી તરખાટ મચાવનાર આંતરરાજ્ય આરોપી માંગીલાલ ઉર્ફે માગિયાને ઝડપી પડ્યો છે. આરોપીએ અત્યાર સુધીમાં લગભગ 45થી વધુ વાહન ચોરીની ઘટનાઓને અંજામ આપી ચુક્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આરોપીની પુછપરછ હાથધરી આગળની તપાસ હાથધરી છે.

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વાહન ચોરીના બનાવની ફરિયાદો વધી રહી હતી. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે એક્પ્રેસ હાઇવે પાસે આવેલ હોટલ આશ્રય માંથી રાજસ્થાનનો રહેવાસી માંગીલાલની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની પુછપરછ કરી ત્યારે ચોંકાવનારી માહિતીઓ સામે આવી. આરોપીની ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશ સહીત અનેક રાજ્યોમાં વાહન ચોરી, હત્યાના કેસમાં સંડોવણી સામે આવી છે.

આરોપી માંગીલાલ આને તેના સાગરીતો રાજ્સ્થાનનથી અલગ અલગ કારમાં અલગ અલગ રાજ્યોમાં જતા હતા અને રાત્રિના સમયે રસ્તામાં પાર્ક કરેલ વાહનોની ડુબ્લીકેટ ચાવી બનાવી વાહનો ચોરી કરતા હતા. ચોરી કરેલા વાહનો રાજસ્થાનના બાડમેરમાં વેચાણ કરતા હતા. આરોપીના સાગરીતોને પકડવાં માટે અલગ અલગ ટિમો રાજસ્થાન રવાના કરવામાં આવી છે.

#Gujarat Police #Ahmedbad Police #Ahmedabad News #inter-state accused has been arrested #Ahmedabad Collector
Here are a few more articles:
Read the Next Article