અમદાવાદ મહાનગર પાલિકા સ્વચ્છતા માં ભલે દેશના ગણમાન્ય શહેરોમાં અવ્વલ નાં હોય પણ નાગરિકોના ખીસા ખંખેરવા અને તિજોરી ભરવી એ મૂળભૂત સ્વભાવ છે. શહેરની સુખાકારી અને સ્વચ્છતાના નામે અગાઉ પણ નાણા ખંખેર્યા છે. બદલામાં સુવિધાઓ શી મળે છે. તેનો નાગરિકોને ખ્યાલ જ છે. અમદાવાદ પોશ વિસ્તારોમાં રસ્તા,ગટર, પીવાનું ચોખ્ખું પાણી,રઝળતા ઢોર,આડેધડ પાર્કિંગ, પાર્કિંગ સુવિધાઓનો અભાવ, જેવીઓ અગણિત સમસ્યાથી અમદાવાદી પરેશાન છે

અમદાવાદીઓ તોતિંગ ટેક્સ ચૂકવવા થઈ જાઓ તૈયારપણ ફરીવાર અમદાવાદવાસીઓ માટે બોજ આવવાની તૈયારી છે અમદાવાદ શહેરીજનોના ટેકસ બિલમાં વધારો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. મહાનગરપાલિકા ડોર-ટુ-ડોર ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત મૂકી રહી છે. આના પરિણામે રહેણાંક એકમોના પ્રતિદિન રૂ. 1 ની જગ્યાએ રૂ 3 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.તો કોમર્શિયલ એકમોના રૂ. 2 ની જગ્યાએ રૂ. 5 કરવા દરખાસ્ત કરાઈ છે. આ ચાર્જ સફાઈ સુવિધાનાં હેડ નીચે વસુલવામાં આવશે. નવા ડોર ટુ ડોર યુઝર્સ ચાર્જીસથી ટેક્ષ બિલમાં થશે વધારો થશે. એક તરફ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કચરાના નામે અને કૌભાંડ કરતું આવ્યું છે ત્યારે હવે યુઝર ચાર્જમાં વધારા કારણે ચાલુ વર્ષે હવે રહેણાંક મિલકતો ધરાવતા નાગરિકો પર વર્ષે અંદાજે રૂ. 180.67 કરોડનો જ્યારે કોમર્શિયલ મિલકતોના નાગરિકો પર 100.37 કરોડનો બોજ પડશે. આમ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકો પાસેથી સફાઈની વ્યવસ્થાના નામે રૂ. 281 કરોડ વસુલ કરશે.