અમદાવાદ: પોશ વિસ્તારમાં રહેતા એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલ છેલ્લા 6 દિવસથી રહસ્યમય રીતે ગુમ,પોલીસ તપાસનો ધધમાટ

New Update
અમદાવાદ: પોશ વિસ્તારમાં રહેતા એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલ છેલ્લા 6 દિવસથી રહસ્યમય રીતે ગુમ,પોલીસ તપાસનો ધધમાટ

અમદાવાદનાં પોશ વિસ્તારમાં રહેતા એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલ છેલ્લા 6 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલામાં 15થી વધુ લોકોના નિવેદન લઈ અશેષ અગ્રવાલની શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદનાં એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલ 18 મેથી ગુમ થયેલ છે. અશેષ અગ્રવાલ 18 તારીખ પોતે ઓફિસ જવવા નીકળ્યા બાદ ઘરે પરત આવ્યા નથી. સેટેલાઇટ અસાવરી ટાવરમાંથી સવારે નીકળ્યા બાદ ઘરે પરત નથી આવ્યો. અશેષ તેની સાથે 3 સીમ, લેપટોપ અને ઓફિસ બેગ પણ સાથે લઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. પોલીસને અશેષ ની કાર મળી આવી અને સાથે બે મોબાઈલ ફોન અને એક ચિઠ્ઠી મળી આવી હતી પરંતુ હજી 3 સિમલાર્ડ અને લેપટોપ અને ઓફિસ બેગ મળી નથી.

પોલીસે અશેષના ત્રણેય સીમકાર્ડનાં લોકેશન - સીડીઆર કઢાવી તપાસ શરુ કરી છે. પોલીસને શંકા છે કે અશેષ કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી ફરાર થઈ ગયો છે. પરંતુ વસ્ત્રાપુરથી તેની જે કાર મળી આવી જેમાં બે મોબાઈલ ફોન અને એક ચિઠ્ઠી મળી છે જેમાં તેને એવું લખ્યું હતું કે મારા બન્ને ભાગીદારોએ મારી સાથે છેતરપીંડી કરી છે અને મને સાથ નથી આપતા જે દિશા માં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે અશેષ ના ત્રણ સીમકાર્ડ નંબર પરથી તેના સીડીઆર રિપોર્ટ કઢાવી તપાસ શરુ કરી છે પોલીસે અશેષના પત્નીની પણ પુછપરછ હાથ ધરી છે.

અશેષ અગ્રવાલ ગુમ થયો ત્યારથી અત્યાર સુધીમાં પોલીસે તેમના સ્ટાફ મેમ્બર, સગાંસબંધી, ભાગીદાર સહિત 15થી 17 લોકોનાં નિવેદન લીધાં છે, જેમાં એ વાત બહાર આવી છે કે અશેષ તેના 2 સ્ટાફ મેમ્બર યુવરાજ અને કિરપાલસિંહને કોઈને પૈસા લેવા અને આપવા માટે મોકલતો હતો, પરંતુ તે લોકો પણ પૈસા કોના હતા અને કયા કામના હતા તે જાણતા ન હતા.શહેરના પોષ વિસ્તારમાં રહેતા એસ્ટેટ બ્રોકર અચાનક આવી રીતના લાપતા થતા ચકચાર જાગી છે

Latest Stories