/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/28133123/maxresdefault-126.jpg)
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચેઇન સ્નેચિંગની અનેક ફરિયાદો અલગ અલગ પોલીસ સ્ટેશનને મળી હતી તેને કારણે શહેરની અલગ અલગ પોલીસ ટિમો તપાસ કરતી હતી ત્યારે શહેર ક્રાઇમ બ્રાન્ચે રિવર ફ્ર્ન્ટ પરથી બાઈક લઈને નીકળેલ મોહમ્મદ ઉર્ફે માઉઝરની અટકાયત કરી પુછપરછ કરતા તેણે શહેરમાં ચેઇન સ્નેચીંગના અનેક ગુન્હાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.
કોરોના મહામારી વચ્ચે પણ અમદાવાદમાં અ સોનાનાની ચેઇન લૂંટવાની ફરિયાદો અને ચેઇન સ્નેચિંગની ઘટનાઓ સામે આવી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ આ આરોપીની તલાશમાં હતી ત્યારે એક ચોક્કસ બાતમીના આધારે રિવર ફ્રન્ટ પરથી મોહંમદ ઉર્ફે માઉઝરની અટકાયત કરી પુછપરછ કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી આરોપી મોહમ્મદે 7 થી વધુ ગુન્હાની કબૂલાત કરી હતી આરોપી એકલ દોકલ વ્યકતિને નિશાન બનાવી સોનાના ચેન લૂંટી લેતો હતો.
અમદાવાદ ક્રાઇમ બાન્ચના કેહવા મુજબ માઉઝર એક રીઢો ગુન્હેગાર છે અને તે છેલ્લા કેટલાક સમયથી નંબર પ્લેટ વગરની બાઈકમાં પોતાના મિત્ર સાથે એક દોકલ વ્યકતિને નિશાન બનાવી સોનાના ચેન પેન્ડલ વગેરે લૂંટી લેતો હતો ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી 4 ચેઇન 4 પેન્ડલ સહીત 6 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે અને આરોપીએ શહેરના ક્યાં ક્યાં વિસ્તારમાં ગુન્હાને અંજામ આપ્યો છે તેની તપાસ શરુ કરી છે.