/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/12175406/maxresdefault-141.jpg)
દીપાવલીનો તહેવાર નજીકમાં છે ત્યારે ચોર લૂંટારાઓ સક્રિય થયા છે ખાસ કરીને ભીડભાડ વળી જગ્યામાં તક ઝડપી ચેઇન સ્નેચિંગ ની ઘટનાઓ અવાર નવાર બને છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આવા 4 સ્નેચરોને ઝડપી પાડયા છે અને 7 લાખનો મુદામાલ રિકવર કર્યો છે.
અમદાવાદમાં 4 ચેઇન સ્નેચરોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. આરોપીઓએ વસ્ત્રાપુર, નારણપુરા, વાડજ, રામોલ સહિત 11થી વધુ જગ્યાએ ચેઇન સ્નેચિંગના બનાવને અંજામ આપ્યો છે. અમદાવાદમાં રહેતા આરોપી હિમાંશુ પટની, રાહુલ પટની, મનીષ પટની, આકાશ પટની આ તમામ 4 આરોપી મોજ શોખ પુરા કરવા માટે એક્ટિવા અને બાઇક લઈને અમદાવાદના રસ્તાઓ પર નીકળી જતા અને એકલ દોકલ જતા લોકોને નિશાન બનાવતા અને મોકો જોઈને સોનાના અછોડા અને ચેઇનની લૂંટ કરતા હતા. ચારેય આરોપીઓ પાસેથી 7 લાખ કિંમતની 11 જેટલી ચેઇન રિકવર કરી છે. હાલ તો પોલીસે 11 જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે.