અમદાવાદ : ઉત્તર ભારતીયોનો પારંપારિક તહેવાર છઠ્ઠ પૂજા જાહેરમાં નહીં યોજાય

New Update
અમદાવાદ : ઉત્તર ભારતીયોનો પારંપારિક તહેવાર છઠ્ઠ પૂજા જાહેરમાં નહીં યોજાય

દિવાળીનાં તહેવારો બાદ કોરોના વાયરસનાં કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના કાળમાં જ્યાં તહેવારોની ઉજવણીમાં પરીવર્તન આવ્યું છે ત્યાં હવે ઉત્તર ભારતીયોનો પારંપારિક તહેવાર છઠ્ઠ પૂજન પણ ઘરમાં રહીને ઉજવવી પડશે. અમદાવાદનાં ઇન્દિરા બ્રિજ સહિતના સાબરમતીનાં કાંઠે દર વર્ષે છઠ્ઠ પુજાની જોવા મળતી રોનક આ વર્ષે નહીં મળે. આયોજકોએ જાહેરમાં છઠ્ઠ પુજા નહીં કરવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદ શહેરમાં વર્ષોથી યોજાતા ઇન્દિરા બ્રિજ નીચે છઠ પૂજાનું આયોજન આ વર્ષે નહીં થાય. દર વર્ષે મોટી સંખ્યામાં બિહાર ઉત્તર પ્રદેશના ઉત્તર ભારતીય લોકો છઠ પૂજાની ઉજવણી કરતા હોય છે. આ વર્ષે કોરોના સંક્રમણને લીધે આયોજન બંધ રાખવાનું નક્કી આયોજકો દ્વારા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો આવતા હોવાને કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે છે. જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે પૂજા નહીં થાય.

અમદાવાદમાં આ વખતે છઠ્ઠ પૂજનમાં ગ્રહણ લાગ્યું છે. આ વખતે છઠ્ઠ પૂજન નું આયોજન કરવામાં આવ્યું નથી. કોરોના મહામારીના કારણે આ વખતે છઠ્ઠ પૂજન કરવામાં મનાઈ ફરવામાં આવી છે. દર સાલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના કિનારે આ પૂજનનું આયોજન કરી આપતા હોય છે. જે આ વખતે નથી કરવામાં આવવાની। આ પૂજનના આયોજન કરતા જે હોય છે તેમને પણ આ વખતે છઠ્ઠ પૂજન બંધ રાખવામાં આવ્યું છે. અમદાવાદ શહેરની અંદર દસ લાખ જેટલા ઉત્તર ભારતીયો વસે છે. આયોજક દ્વારા આ તમામ લોકોને પોતાના ઘરે જ છઠપૂજા કરવાની અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

ભારત હવે ડિજિટલ ચુકવણીના મામલે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ, દર મહિને 18 અબજથી વધુ થયા વ્યવહારો

ભારત હવે ડિજિટલ ચુકવણીના મામલે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના નવા અહેવાલ 'રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ ગ્રોઇંગ ટ્રેન્ડ:

New Update
upi

ભારત હવે ડિજિટલ ચુકવણીના મામલે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના નવા અહેવાલ 'રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ ગ્રોઇંગ ટ્રેન્ડ: ઈમ્પોર્ટન્ટ્સ ઓફ ઇન્ટરઓપરેબિલિટી' અનુસાર, ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) આ ક્રાંતિનો મુખ્ય આધાર છે.

UPI એ લેવડ-દેવડની રીત બદલી નાખી

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા 2016 માં લોન્ચ કરાયેલ, UPI આજે ભારતમાં પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવાનો સૌથી ઝડપી, સરળ અને સૌથી વિશ્વસનીય માર્ગ બની ગયો છે. UPI દ્વારા બહુવિધ બેંક ખાતાઓને એક જ મોબાઇલ એપ્લિકેશન સાથે લિંક કરી શકાય છે. તમે કોઈને પૈસા મોકલવા માંગતા હોય, દુકાનમાં ચૂકવણી કરવા માંગતા હોવ કે મિત્રોને પૈસા ટ્રાન્સફર કરવા માંગતા હોય - બધું ફક્ત  ક્લિક્સમાં થાય છે.

દર મહિને 18 અબજના ટ્રાન્ઝેક્શન

આજે, UPI દ્વારા ભારતમાં દર મહિને 18 અબજથી વધુ વ્યવહારો થઈ રહ્યા છે. જૂન 2025 માં જ UPI એ 18.39 અબજ વ્યવહારો દ્વારા 24.03 લાખ કરોડ રૂપિયાના ચુકવણીઓ પર પ્રક્રિયા કરી. ગયા વર્ષે જૂનમાં, આ આંકડો 13.88 અબજ ટ્રાન્ઝેક્શન હતો. એટલે કે, એક વર્ષમાં લગભગ 32 % નો વધારો નોંધાયો છે.

49.1 કરોડ લોકો, 65 લાખ વેપારીઓ જોડાયા

આજે, 491મિલિયન લોકો અને 65 લાખ વેપારીઓ UPI સાથે જોડાયેલા છે. 675 બેંકો UPI પર એક સાથે કામ કરે છે, જેથી કોઈપણ વ્યક્તિ કોઈપણ બેંકથી  ચિંતા કર્યા વિના કોઈપણને  બેંકમાં ચુકવણી કરી શકે.

Latest Stories