અમદાવાદ ખાતે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ 70 વર્ષમાં જે બનાવ્યું એ બધુ વેચવાનું કામ ભાજપ કરી રહી છે.
જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં વિવિધ પાર્ટી દ્વારા સરકાર પર આક્ષેપ લગાવવા માં આવી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પવન ખેરાએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે ભારતને એક બનવાનું કામ કર્યું છે ત્યારે ભાજપ સરકાર દેશને લૂંટવાનું કામ કરી રહી છે.
જેમાં પેટ્રોલ-ડીઝલ,બેરોજગારી જેવા મુદ્દા લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા. આ સાથે જ તેઓએ જણાવ્યુ હતું કે જ્યારે કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે ભાજપ કોંગ્રેસ પાસે કામનો હિસાબ લેવામાં આવતો હતો જ્યારે છેલ્લા સાત વર્ષથી ભાજપ સરકારે દેશના લૂંટવાનું કામ કર્યું છે. કોંગ્રેસ સરકારે જે 70 વર્ષથી બનાવ્યુંએ બધું વેચવાનું કામ ભાજપ સરકાર કરી રહી હોવાના આક્ષેપ કર્યા હતા.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170