અમદાવાદ : સોલા સિવિલ હોસ્પિટલમાં કોવેક્સિનનું પરીક્ષણ, જુઓ ડૉ. પારુલ ભટ્ટની “કનેક્ટ ગુજરાત” સાથે ખાસ વાતચીત

New Update
અમદાવાદ : સોલા સિવિલ હોસ્પિટલમાં કોવેક્સિનનું પરીક્ષણ, જુઓ ડૉ. પારુલ ભટ્ટની “કનેક્ટ ગુજરાત” સાથે ખાસ વાતચીત

છેલ્લા એક વીકથી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવેક્સિનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં 1000 જેટલા લોકો પર આ પરીક્ષણ કરવામાં આવશે, ત્યારે હાલ રોજના 50થી વધુ લોકોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જોકે 100થી વધુ લોકોની ફોન પર ઈન્કવાયરી પણ કરવામાં આવે છે. વધુમાં વધુ લોકો આ પરીક્ષણ કરાવવા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આવે તેવી પણ અપીલ કરવામાં આવી રહી છે. આગામી એક વર્ષ સુધી આ કોવેક્સિનનું પરીક્ષણ કરવામાં આવશે. જોકે હાલ આ પરીક્ષણમાં સફળતા મળતી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ડૉ. પારુલ ભટ્ટ સાથે કનેક્ટ ગુજરાતની ટીમે ખાસ વાતચીત કરી હતી. ડૉ. પારુલ ભટ્ટે જણાવ્યુ હતું કે. હાલમાં આ પરીક્ષણ હેલ્ધી અને એજ્યુકેટેડ લોકો ઉપર કરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ વોલેટિયર્સના ઘરમાં પણ કોઈને કોરોના ન થયો હોય તેવા લોકોને જ આ વેક્સિન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ પરીક્ષણમાં કોઈ પણ વ્યક્તિને આડઅસર થઈ હોવાનું સામે આવ્યું નથી.

Latest Stories