અમદાવાદ: “કોવિડ એડવાન્સ ટ્રેનિંગ” પ્રોગ્રામ અંતર્ગત મેડિકલ સ્ટાફને અપાય રહી છે તાલીમ

New Update
અમદાવાદ: “કોવિડ એડવાન્સ ટ્રેનિંગ” પ્રોગ્રામ અંતર્ગત મેડિકલ સ્ટાફને અપાય રહી છે તાલીમ

અમદાવાદ શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતેની ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં કાર્યરત હેલ્થકેર વર્કર્સ માટે સાત દિવસીય “કોવિડ એડવાન્સ ટ્રેનિંગ” પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.

કોરોનાની બીજી લહેરમાં પડકારોનો સામનો કરનાર ડોકટર્સ અને સ્ટાફને અમદાવાદ શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતેની ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં કાર્યરત હેલ્થકેર વર્કર્સ માટે સાત દિવસીય “કોવિડ એડવાન્સ ટ્રેનિંગ” પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ 7 દિવસીય પ્રોગ્રામમાં કોરોના સામેની વિકટ પરિસ્થિતિઓ અને ICU વ્યવસ્થાપન અંગે તાલીમબદ્ધ કરવામાં આવશે અને કોરોના સામે આગોતરા આયોજન માટે તૈયાર કરવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમ બે તબક્કામાં યોજાશે જેમાં 200 થી વધુ હેલ્થકેર વર્કર્સને કોરોના ઇમરજન્સી સારવાર માટે સજ્જ કરવામાં આવશે.

ગુજરાત સરકાર અને DRDOના નિષ્ણાંત 30 તબીબો અને કન્સલટન્ટ દ્વારા તમામ હેલ્થકેર વર્કસને સાત દિવસીય તાલીમ આપવામાં આવનાર છે. સાત દિવસીય તાલીમમાં દરોરજ 2 કલાક થીયરીની તાલીમ આપ્યા બાદ બાકીના કલાકોમાં ICU વોર્ડમાં તમામ હેલ્થકેર વર્કર્સને ICU મેનેજમેન્ટની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવશે અને દરેક પડકારથી વાકેફ કરવામાં આવશે.તો તાલીમ મેળવેલ એક તબીબ સમગ્ર કોવિડ હોસ્પિટલનું સંચાલન કરી શકવા સક્ષમ બને તે હેતુસર આ સંપૂર્ણ તાલીમ હાથ ધરવામાં આવી છે.

Latest Stories