/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/16141212/maxresdefault-169.jpg)
આજથી વિક્રમ સંવત 2077 ના નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. નવા વર્ષે અનેક કામનાઓ સાથે ભક્તો મંદિરોના દર્શન કરી પ્રાર્થનાઓ કરે છે. ત્યારે આજે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરે વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી છે. કોરોના કાળ વચ્ચે નવા વર્ષની ઉજવણી સાથે ભક્તોએ માતાજીના દર્શન કરી નવું વર્ષ વિના વિઘને પસાર થાય તેવી પ્રાર્થના કરી હતી.
નવા વર્ષના દિવસે લોકો ભગવાનના આશીર્વાદ મેળવતા હોય છે. ત્યારે વહેલી સવારથી અમદાવાદના નગરદેવી ભદ્રકાળીના મંદિરે દર્શન માટે લોકોની ભીડ જામી છે. લોકોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે લાઈનમાં દર્શન માટે ઉભા રહ્યાં છે. લોકોને ટેમ્પરેચર ગનથી તાપમાન માપી અને પ્રવેશ આપવામાં આવે છે આજે નાવાવર્ષે મોટી સંખ્યામાં ભક્તો પોહ્ચ્યા હતા અને ભદ્રકાળી માતાજીના દર્શન કર્યા હતા
મંદિરના દર્શન કરવા આવતા ભક્તો માટે સામાજિક અંતર સાથે સૅનેટાઇઝેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નવા વર્ષના પ્રથમ દિવસે અહીં માતાજીને દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી કોરોનાકાળમાં પણ ગાઈડલાઈનના પાલન સાથે ઘોડાપુર ઉમટ્યું હતું. દર વર્ષે પ્રથમ દિવસે અનેક ભક્તો પદયાત્રા કરીને પણ મંદિરે આવી દર્શન કરે છે.