અમદાવાદમાં જીએમડીસી મેદાનમાં ચાલતી ધન્વન્તરિ હોસ્પિટલમાં દેશના પ્રથમ પોસ્ટ કોવીડ સેન્ટરનો પ્રારંભ કરાયો છે. આ સેન્ટરમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓને થતી શારીરીક અને માનસિક તકલીફોની સારવાર કરી આપવામાં આવશે.
કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે હવે પોસ્ટ કોવીડ કેર સેન્ટર શરૂ કરાયું છે. આ સેન્ટરમાં ઓકિસજનની જરૂરીયાતવાળા તથા કોરોનાથી સાજા થયા બાદ વિવિધ તકલીફો અનુભવતા દર્દીઓનું નિદાન કરાશે. ધન્વન્તરી હોસ્પિટલમાં આ માટે 200 બેડ ઉભા કરાયાં છે તેમજ દર્દીઓની સરળતા માટે વેબસાઇટ બનાવવામાં આવી છે. અનેક દર્દીઓને કોરોના નેગેટિવ થયા બાદ પણ ઓક્સિજનની તકલીફ થાય છે. કોરોના બાદ માનસિક તણાવ રહેતો હોઈ તેવા લોકો માટે ખાસ આ પોસ્ટ કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.
આ કોવિડ કેર સેન્ટરમાં કોઈ પણ દર્દી વિના મુલ્યે સારવાર લઇ શકે છે. વેબ સાઈટ દ્વારા દર્દીઓ જો આવે તો તેમને સમયનો સ્લોટ પણ ફાળવવામાં આવશે ઘણા દર્દીઓની ફિઝિકલ કેપેસિટી 40 ટકા ઘટી ગઈ હોય તેવા દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ સેન્ટરમાં સાઇકોલોજીસ્ટ અને ફીઝીયોથેરાપીસ્ટ પણ પોતાની સેવાઓ આપશે. કોરોના બાદ દર્દીના જીવનને સામાન્ય બનાવવા આ સેન્ટરનો પ્રારંભ કરાયો છે.