/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/10151645/maxresdefault-109.jpg)
અમદાવાદના ભદ્ર, પાથરણા બજાર, ટંકશાળ, પગરખાં બજાર, રેડીમેડ માટે રતનપોળ, ઢાલગરવાડ, માણેકચોક, કાલુપુર, રિલીફ રોડ સહિતનાં બજારોમાં દિવાળીની ખરીદી માટે લોકો ઊમટી પડયા હતાં. સાત મહિના બાદ બજારમાં ધમધમાટ જોવા મળ્યો હતો પણ લોકો સોશિયલ ડીસટન્સ જાળવવાનું ભુલી ગયાં હતાં…..
કોરોના વાઇરસના સંક્રમણના ભય વચ્ચે સોશિયલ ડિસ્ટન્ટસનું ભાન ભૂલીને લોકોએ ખરીદી કરી હતી. જેનો પુરેપુરો ફાયદો ચોર ટોળકીઓએ ઉઠાવ્યો હતો. દ્રશ્યો જે પ્રમાણે જોવા મળે છે તે જોતા એવું લાગે છે કે જાણે અમદાવાદમાથી કોરોના ગાયબ થઈ ગયો હોય અને રાબેતા મુજબ જનજીવન થઈ ગયું હોય. ભદ્ર બજારમાં બે દિવસથી આવીજ ભીડ જોવા મળે છે. ક્યાં સોસીયલ ડીસ્ટન્સ નું પાલન કરવામાં નથી આવતું તો ઘણા ગ્રાહકો મોઢા પર માસ્ક વગર પણ ખરીદી કરતા નજરે પડે છે.
અમદાવાદમાં કોરોના કેસમાં ઘટાડો થયા બાદ ફરીથી કેસમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ જેવા વિસ્તારોમાં કેસ વધી રહ્યા છે. બીજી તરફ દિવાળી સુધી વિવિધ વિસ્તારોમાં ફટાકડાના વેપારી, ફરસાણ, મીઠાઈના દુકાન ધારકોના કોરોના ટેસ્ટ તંત્ર તરફથી કરાવવામાં આવ્યા છે. દિવાળી સુધી આ ટેસ્ટ કરવામાં આવશે. આ પાથરણા ના વેપારીઓ પણ કહે છેકે બે દિવસથી લોકોની ભીડ જોવા મળે છે પરંતુ 40 ટકા જ વેપાર આ વખતે છે. કોરોના મહામારીના કારણે 60 ટકા વેપાર પર અસર જોવા મળે છે. લોકોને સમજાવવામાં આવે છે પરંતુ બે દિવસ તહેવારમાં આજ પ્રકારે ભીડ રહેશે ત્યારબાદ નિયમોનું ધ્યાન રાખવવામાં આવશે।