અમદાવાદ : હવે... તબીબો પણ કરી રહ્યા છે ઇન્જેક્શનની કાળા બજારી, સોલા પોલીસે જામનગરના તબીબની કરી ધરપકડ

અમદાવાદ : હવે... તબીબો પણ કરી રહ્યા છે ઇન્જેક્શનની કાળા બજારી, સોલા પોલીસે જામનગરના તબીબની કરી ધરપકડ
New Update

રાજ્યભરમાં ઇન્જેક્શનની કાળા બજારી ખુલ્લેઆમ થઇ રહી છે. જેના કારણે હવે પોલીસ પણ આવા કાળા બાજારીઓ પર ઘોસ બોલાવી રહી છે, ત્યારે શહેરમાં ઇન્જેક્શનની કાળાબજારી કરવાના કેસમાં અમદાવાદ સોલા પોલીસે જામનગરની જી.જી.હોસ્પિટલના ડોક્ટરની ધરપકડ કરી છે. સોલા પોલીસે અગાઉ 6 ઇન્જેક્શન સાથે જય શાહની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં સુરતના 2 ડોકટરનું નામ ખુલ્યા બાદ તેમની ધરપકડ કરાઈ હતી. તેવામાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર પાસેથી ઇન્જેક્શન મેળવ્યા હોવાનું બહાર આવતા પોલીસે ડોક્ટરની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

અમદાવાદ નજીક એસજી હાઇવે પર આવેલા કારગિલ પેટ્રોલ પંપ પાસેથી પોલીસે જય શાહ નામના યુવક પાસેથી 6 રેમડેસીવીર ઇન્જકેશન સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા સુરતના ડોક્ટર મિલન સુતારીયા અને કીર્તિ દવે અને જુહાપુરાની રુહી પઠાણનું નામ ખુલવા પામ્યું હતું. પોલીસે સુરતના 2 MBBS ડોક્ટર અને 1 અમદાવાદની મહિલા નર્સની ધરપકડ કરી હતી. તપાસ દરમ્યાન આ ઇન્જેક્શન જામનગરની જી.જી.હોસ્પિટલના ડોક્ટર ધીરેન બાલદાણિયા પાસેથી ખરીદી કર્યા હોવાનું બહાર આવતાં સોલા પોલીસે તેની ધરપકડ કરી છે, ત્યારે સુરતના આરોપી ડો. કીર્તિ અને ડો. ધીરેન બન્ને સાથે ભણતા હતા, ત્યારની ઓળખાણ હતી.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં અભ્યાસ કરતા આરોપી ડોક્ટર ધીરેન બલદાણીયાએ આ એક ઇન્જેક્શન ડોક્ટર કીર્તિ દવેને 8 હજારમાં વેચાયા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે, ત્યારે સોલા પોલીસે જામનગર પોલીસનો પણ સંપર્ક કરી જામનગરમાં પણ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. આમ ઈન્જેક્શનનું નેટર્વક રાજ્યવ્યાપી છે અને શહેર પોલીસ એક પછી એક કાળા બજારી કરતા આરોપીઓની ધરપકડ કરી રહી છે.

#Ahmedabad #Connect Gujarat News #Sola Police #Ahmedabad News #duplicate remedesivir injection #Duplicate Injections
Here are a few more articles:
Read the Next Article