અમદાવાદમાં શરૂઆતના તબકકામાં લોકોએ ડ્રાઇવ થ્રુ પધ્ધતિથી કોરોનાનો ટેસ્ટ કરાવવા ભારે ઉત્સાહ બતાવ્યો હતો. પણ હવે રાજયમાં કોરોનાના કેસ ઘટવા લાગતાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટ કરાવવા આવતાં લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે.
અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઇવ થ્રુ RTPCR ટેસ્ટની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે લોકોનો ધસારો જોવા મળ્યો હતો. અને ટેસ્ટ કરાવવા આવનારા લોકોના વાહનોની બે થી ત્રણ કિમીની કતાર લાગતી હતી પરંતુ હાલમાં ત્યાં લાઈનો હવે ઓછી જોવા મળે છે. કારણકે ડ્રાઇવ થ્રુ RTPCR ટેસ્ટ અમદાવાદમા અલગ અલગ 5 થી 6 જગ્યાએ કરવામાં આવી રહયો છે અને લોકો સાથે માની રહ્યા છે કે છેલ્લા 5 દિવસથી અમદાવાદમાં જે આંશિક લોકડાઉન આપવામાં આવ્યું છે તેને પગલે કેસમાં ઘટાડો જોવા મળે છે. અત્યારે જે લોકો કારમાં ટેસ્ટ કરાવવા માટે આવે છે તેમને માત્ર 10 થી 15 મિનિટમાં ટેસ્ટ થઈ જાયછે અને ઝડપી કામ થઈ રહ્યું છે.
અમદાવાદમાં કોરોનાના દર્દીઓથી ખાનગી અને સરકારી હોસ્પિટલો હાઉસફુલ છે. કોરોનાના ટેસ્ટ કરાવવા માટે પણ લોકોની કતાર લાગે છે ત્યારે અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટ પધ્ધતિની આજે શું સ્થિતિ છે તેની માહિતી મેળવીશું અમારા સંવાદદાતા મયુર મેવાડા પાસેથી.