અમદાવાદ : જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેકસીનેશન, રસી મેળવવા 1000 રૂપિયા ખર્ચવા પડશે

New Update
અમદાવાદ : જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેકસીનેશન, રસી મેળવવા 1000 રૂપિયા ખર્ચવા પડશે

કોરોનાના કેસમાં ઘટાડા સાથે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર આજથી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો પ્રારંભ થશે. જેમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકા અને એપોલો હોસ્પિટલ સંયુક્તપણે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ વેક્સિનેશનની કામગીરી કરશે. વેક્સિન લેવા માગતા લોકોને ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ એક હજાર રૂપિયાના ચાર્જ સાથે વેક્સિન આપવામાં આવશે.

વેક્સિન લેનાર લોકોને કોવિશિલ્ડ જ આપવામાં આવશે. જીએમડીસી ગ્રાઉંડ પર વેક્સિન ઉપરાંત સ્ટાફ સહિતની અન્ય સુવિધાઓ એપોલો હોસ્પિટલ કરશે. જ્યારે અમદાવાદ મહાનગર પાલિકા ગ્રાઉન્ડ પર અન્ય જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવશે. 18 વર્ષથી ઉપરના તમામ લોકોને એક હજાર ચાર્જ રોકડ, અથવા કાર્ડ કે પેટીએમથી ચુકવવાના રહેશે.