અમદાવાદ : કારમાં નાગા સાધુ બેઠા છે દર્શન કરી લો, જુઓ દર્શન બાદ શું થતું હતું

અમદાવાદ : કારમાં નાગા સાધુ બેઠા છે દર્શન કરી લો, જુઓ દર્શન બાદ શું થતું હતું
New Update

અમદાવાદમાં હવે નકલી સાધુ બની લોકોને લુંટી લેતી ટોળકી સક્રિય બની છે. નાગા બાવાના દર્શન કરી લો તેમ જણાવી ટોળકી જે તે વ્યકતિના દાગીના કઢાવી લેતી અને દાગીના લઇને ફરાર થઇ જતી હતી.

સાગરનાથ મદારી, સાહેબનાથ મદારી, રાજુનાથ ભાટી અને વિજયનાથ ગોસાઈ. આ તમામ સાધુના વેશમાં શેતાન છે. તેઓ દહેગામ અને મહેદાવાદના રહેવાસીઓ છે. તેઓ અમદાવાદ શહેરમાં સાધુનો વેશ ધારણ કરી અલગ અલગ વિસ્તારમાં કાર લઇને ફરતાં હતાં. તેઓ ખાસ કરીને મંદિરની આસપાસ કાર ઉભી રાખતાં હતાં અને ધાર્મિક વૃતિ અને વધારે ઘરેણા પહેર્યા હોય તેવા વ્યકિતઓ પર નજર રાખતાં હતાં. તેઓ મંદિરનું સરનામુ પુછવાના બહાને તે વ્યકતિ સાથે વાતચીત કરતાં હતાં અને બાદમાં કારમાં પાછળ નાગા બાવા બેઠા છે દર્શન કરી આશીર્વાદ લેવા જણાવતાં હતાં. નાગા બાવા બનીને બેઠેલો શખસ ધબ્બો મારી આશીર્વાદ આપતો હતો. અને દાગીના કઢાવી ફૂંક મારી પરત આપવાનું કહી દાગીના પડાવી ગેંગ ફરાર થઇ જતાં હતાં.

વાસણા વિસ્તારમાં આવો બનાવ બન્યો હોવાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે આરોપીઓને અલગ અલગ વિસ્તારોમાં ફેરવી કેવી રીતે લુંટ ચલાવતાં હતાં તેનો ડેમો પણ કરાવ્યો હતો. પહેલા પોલીસે તપાસ કરી તો આ આરોપીઓ હિપ્નોટાઇઝ કરતા હોવાનું લાગ્યું હતું પણ બાદમાં જાણવા મળ્યું હતું કે, તેઓ માત્ર ધાર્મિક શબ્દો અને વેશ ધારણ કરતા હતાં. લોકો તેમને સાચા સાધુ માની રૂપિયા પણ આપી દેતાં હતાં. હવે જુઓ લુંટારૂ ટોળકી કેવી રીતે લુંટ કરતી હતી તેનો ડેમો.

#Ahmedabad #Loot #Connect Gujarat News #Ahmedabad News #Duplicate Sadhu
Here are a few more articles:
Read the Next Article