અમદાવાદ : દિવાળી પહેલા કોરોના સામે લડત, મીઠાઈની દુકાનો પર સુપર સ્પ્રેડર રોકવા રેપિડ ટેસ્ટ

New Update
અમદાવાદ : દિવાળી પહેલા કોરોના સામે લડત, મીઠાઈની દુકાનો પર સુપર સ્પ્રેડર રોકવા રેપિડ ટેસ્ટ

દિવાળી પર્વ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા સાત ઝોનમાં ફરસાણ,મિઠાઈની દુકાનવાળાથી લઈ ફેરીયાઓના પણ રેપીડ ટેસ્ટ કરવા કવાયત શરૂ કરી છે. જેમાં 1200 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 45 જેટલા લોકો પોઝેટીવ સામે આવ્યા છે.

ગુજરાતમાં કોરોનના સંક્રમણ રોકવવા માટે મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા ફરસાણ અને મીઠાઈની દુકાનદારોના કોરોનના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે.

આ પરિસ્થિતિમાં શહેરમાં ફરી કોરોના સંક્રમણમાં વધારો ના થાય એ માટે મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા વિવિધ ટીમોેની મદદથી સુપર સ્પ્રેડરને શોધવા કામગીરી શરૂ કરાઈ છે. દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની તપાસ પણ મ્યુનિ.હોસ્પિટલોના તબીબોની બનેલી ટીમો દ્વારા શરૂ કરાઈ છે.જેમાં કુલ 1200 ટેસ્ટ કરાતા 45 સુપર સ્પ્રેડર કોરોના પોઝિટિવ મળ્યા હતા.

વેપારીઓ માની રહ્યાં છે કે આ જે ટેસ્ટ કરવાંમાં આવી રહ્યો છે તે સારું છે જેથી તેમની દુકાનમાં કોઈ સુપર સ્પ્રેડર હોય તો ખ્યાલ આવી શકે. અને જે ગ્રાહક આવે તેમને અર્પણ કોરોના ફેલાવાથી અટકાવી શકાય। જે જથી આ પ્રકારે કોરોના ટેસ્ટ થાય છે તે આવકારે છે. શહેરના ઉત્તર ઝોનના વિવિધ વિસ્તારમાંથી કુલ મળીને 317 જેટલા સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરાતા પાંચ પોઝિટિવ કેસ મળી આવ્યા હતા.પુર્વ ઝોનના રામોલ-હાથીજણ વોર્ડમાં 78 જેટલા ફેરીયા અને દુકાનદારોના રેપીડ ટેસ્ટ કરાયા હતા.જયારે બોડકદેવ વોર્ડમાં 250 ટેસ્ટ કરાતા સાત પોઝિટિવ કેસ મળ્યા હતા.આંબલી વિસ્તારમાં શુક્રવારે બપોર સુધીમાં 230 ટેસ્ટ કરાયા હતા જે પૈકી ત્રીસ લોકો કોરોના પોઝિટિવ મળ્યા હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.

Latest Stories