/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/02133137/maxresdefault-20.jpg)
અમદાવાદમાં ફેલાઈ રહેલી કોરોનાની બીજી લહેરમાં કોરોનાએ ફફડાટ ફેલાવ્યો છે. સતત સંક્રમણની વધી રહેલી સંખ્યામાં હવે ફાયર અધિકારીઓનો પણ સમાવેશ થયો છે. અમદાવાદ ફાયર વિભાગના મુખ્ય અધિકારી અને તેમના પત્ની સહિત નાયબ ફાયર અધિકારી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
અમદાવાદમાં કોરોના સંક્ર્મણ સતત વધી રહ્યું છે ત્યારે હવે અમદાવાદને સતત બચાવનાર ફાયર અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થઇ રહયા છે અમદાવાદ ફાયરના ચીફ ફાયર ઓફિસર અને તેમના પત્ની પણ કોરોના પોઝિટિવ આવ્યા છે ઉપરાંત ફાયરના ડેપ્યુટી ફાયર અધિકારી પણ પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપી ગાયો છે.
ગત માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં અમદાવાદ ફાયર બ્રિગેડના પંદર જેટલા જવાન અને અન્ય સ્ટાફ કોરોના સંક્રમિત થઈ ગયા છે. અમદાવાદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફીસર એમ. એફ. દસ્તૂરે કોરોના સંક્રમિત થતા હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે તો બીજા ડેપ્યુટી અધિકારી ને પણ સારવાર આપવામાં આવી રહી છે.
અગાઉ ચાંદખેડા ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવતા તેમના પુત્ર પણ કોરોના સંક્રમિત થયા હતા. ફાયર વિભાગમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર તરીકે ફરજ બજાવતા એમ.પી.મિસ્ત્રી પણ કોરોના પોઝિટિવ થયા છે.માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ફાયરનો પંદર જેટલો સ્ટાફ કોરોના સંક્રમિત થઈ ગયો છે.જમાલપુર અને નરોડા એમ બે ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર હોમ કવોરન્ટાઈન પણ થયા હતા.નોંધનીય છે કે,અમદાવાદ ફાયરના સ્ટાફ દ્વારા શહેરના વિવિધ સંક્રમણ ધરાવતા વિસ્તારોમાં ડિસઈન્ફેકશનની કામગીરી કરાઈ હતી.